ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા નેતાઓમાં પલામૂથી ચંદ્રમા કુમારી, હજારી બાગથી કુમકુમદેવી, દુમકાથી જૂલી દેવી, લાતેહારથી બલવંતસિંહ, ખરસવાંથી અરવિંદ સિંહ, હજારી બાગથી બાકે બિહારી, બોકારોથી ચિત્રરંજન સાવ અને હજારી પ્રસાદ સાહૂ સામેલ છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બાબૂ લાલ મરાન્ડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાજપના આ નેતાઓને ઉમેદવારી પત્ર ભરવા તેમજ પક્ષના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડવાને કારણે છ વર્ષ માટે બરતરફ કરાયા છે. ઝારખંડની 81 બેઠકોની વિધાનસભા માટે બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. મત ગણતરી 23 નવેમ્બરના રોજ થશે.
Site Admin | નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | newsupdate | વિધાનસભા ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા
