ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.
તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો સામેલ છે.. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર, જી. કિશન રેડ્ડી, જિતેન્દ્ર સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા ભાજપના કેટલાક ટોચના નેતાઓ પણ પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.
90 સભ્યોની જમ્મુ એન્ડ કાશ્મીર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરાશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:31 એ એમ (AM) | ભારતીય જનતા પાર્ટી