ભારતીય જનતા પાર્ટીએ આજે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના બે સાંસદોને મારપીટ અને ઉશ્કેરણીને કારણે થયેલી ઈજાઓ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી તેમની ફરિયાદમાં તેમણે આજે સંસદની બહાર બનેલી ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એનડીએના સાંસદ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે સુરક્ષા દળોએ શ્રી ગાંધી અને અન્ય વિપક્ષી દળોને સંસદમાં પ્રવેશવા માટે નિર્ધારિત માર્ગમાંથી પસાર થવાનું કહ્યું, ત્યારે તેઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને તે નિર્ધારિત માર્ગ પરથી ગયા નહોતા.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:12 પી એમ(PM) | ભારતીય જનતા પાર્ટી