ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો ત્રીજો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં યમુના નદીનોઅમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવાનો અને ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયેશહેરમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને આપવામાં આવેલી મિલકતોનું લીઝહોલ્ડમાંથીફ્રીહોલ્ડમાં રૂપાંતરણ કરવાનાં વચનનો સમાવેશ થાય છે. ઢંઢેરો રજૂ કરતા ગૃહ મંત્રીઅમિત શાહે જણાવ્યું કે, દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો યુવાનોને 50 હજાર નોકરીઓ આપવામાંઆવશે. તેમણે 20 લાખ સ્વરોજગાર તકો ઊભી કરવાનું, તમામ ગરીબોને 10 લાખ રૂપિયાનો મફત વીમો,મહિલાઓને અઢી હજાર રૂપિયાની આર્થિક સહાય, 500 રૂપિયામાં સિલિન્ડર અને સગર્ભા મહિલાને21 હજાર રૂપિયાની સહાયનું વચન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 25, 2025 6:31 પી એમ(PM) | ભારતીય જનતા પાર્ટી