ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અંગે નોંધ રજૂ કરતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે શ્રી ગાંધીની કેટલીક ટિપ્પણીઓ તથ્યાત્મક રીતે ખોટીઅને ભ્રામક છે, અને આ અંગે જરૂરી કાર્યવાહી થવી જોઈએ. દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આગ્રહકર્યો છે, કે તેમનાભાષણમાંથી હટાવાયેલા કેટલાક અંશોને ફરીથી રેકર્ડમાં સામેલ કરવામાં આવે.
Site Admin | જુલાઇ 2, 2024 7:57 પી એમ(PM) | બાંસુરી સ્વરાજ | રાહુલ ગાંધી