ભારતીય ચેસ ખેલાડી ડી.ગુકેશ આજે સિંગાપોરમાં FIDE વિશ્વ ચેસ સ્પર્ધાની અંતિમ રમત ચીનના ડીંગ લિરેન સામે રમશે. આ રમત ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. અંતિમ 14મા રાઉન્ડના વિજેતાને વિશ્વ ચેમ્પિયન જાહેર કરાશે. જો રમત ડ્રો થશે, તો આવતીકાલે ટાઇબ્રેકર રમત રમાશે. ગઈકાલે, ગુકેશ અને ડીંગ લિરેન વચ્ચેની 13મી રમત ડ્રોમાં પરિણમી હતી. ડ્રો બાદ બંને ખેલાડીઓને 6.5 પોઈન્ટ મળ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 12, 2024 2:04 પી એમ(PM) | ડી.ગુકેશ
ભારતીય ચેસ ખેલાડી ડી.ગુકેશ આજે સિંગાપોરમાં FIDE વિશ્વ ચેસ સ્પર્ધાની અંતિમ રમત ચીનના ડીંગ લિરેન સામે રમશે
