ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. પંચ આ જાહેરાત કરવા માટે નવી દિલ્હીમાં બપોરે સાડા ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આવતા મહિનાની 26મી તારીખે પૂરો થવાનો છે. જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5મી જાન્યુઆરીએ સમાપ્ત થશે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:47 પી એમ(PM)
ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે
