ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 8, 2025 7:10 પી એમ(PM)

printer

ભારતીય ખેલાડી એચ. એસ. પ્રણય મલેશિયાઑપન બેડમિન્ટનની પુરુષ સિંગલ્સ પ્રિ-ક્વાર્ટરફાઈનલમાં પહોંચ્યાં

બૅડમિન્ટનમાં ટોચના ભારતીય ખેલાડી એચ. એસ. પ્રણય મલેશિયા ઑપનની પુરુષ સિંગલ્સપ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. તેમણે કેનેડાના બ્રાયન યાન્ગને 21—12, 17—21અને 21—15થી હરાવ્યા હતા. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં આવતીકાલે તેઓ ચીનના શી ફૅન્ગસામે રમશે.    

આ તરફ મહિલાસિંગલ્સમાં ભારતનાં માલવિકા બંસોડ પણ બીજા તબક્કામાં પહોંચ્યા છે. તેમણે આજે મલેશિયાનાજિન વેઈ ગોહને 21—15 અને 21—16થી હરાવ્યાંહતાં.     

જ્યારે ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનીજોડી મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. આ ટોચની જોડીએ દક્ષિણકૉરિયાના સુંગ હ્યૂનને અને હયે વૉન ઈઑમને 21—13 તેમજ 21—14થી હરાવ્યાહતા. તો ભારતીય જોડીનો સામનો હવે આવતીકાલે ચીનના ચી ઝાન્ગ અને ઝિન્ગ ચેન્ગ સામેથશે. \NEWSPOOL- PRAVESH ADIACHA.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ