ભારતીય ખાદ્ય સુરક્ષા અને પ્રમાણ સંસ્થા- FSSAI એ ખાદ્ય પદાર્થોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણની વધતી ચિંતાઓને જોતા નવી યોજના શરૂ કરી છે.
માઇક્રોપ્લાસ્ટિકના પ્રદૂષણને ઉભરતા જોખમ તરીકે જોતા વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિકના ટુકડાઓને શોધવા વિશ્લેષણાત્મક રીતો વિકસીત કરવા આ યોજનાની શરૂઆત આ વર્ષે માર્ચમા કરાઈ હતી. જેનો હેતુ યોજનાના મુખ્ય ઉદેશ્યોમાં સૂક્ષ્મ અને નાના પ્લાસ્ટિક વિશ્લેષણ માટે જરૂરી પ્રોટોકોલ વિકસીત કરવું અને વિવિધ પ્રયોગશાળાની તુલના અને ઉપભોક્તા પર માઇક્રોપ્લાસ્ટિકની અસરના સંભવિત આંકડાઓ એકત્ર કરવાનો છે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:03 પી એમ(PM)