ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે આ નાણાકીય સહાય ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. ટીમનાં 15 ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 3-3 કરોડ રૂપિયા આપવામાં આવશે, એમ બીસીસીઆઈના સચિવ દેવજીત સાઇકિયાએ જણાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક ન મેળવનાર અર્શદીપ સિંહ, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરને પણ ત્રણ ત્રણ કરોડ રૂપિયા મળશે.
સાઇકિયાએ જણાવ્યું કે, બેટિંગ કોચ, આસિસ્ટન્ટ કોચ, ફિલ્ડીંગ કોચ ઉપરાંત સહાયક કર્મચારીગણને 50-50 લાખ રૂપિયા તથા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને 30 લાખ રૂપિયા આપવામાં આવશે.
આઇસીસીએ ભારતીય ટીમને આપેલી 19 કરોડ 45 લાખ રૂપિયાની ઇનામી રકમ માત્ર ખેલાડીઓમાં જ વહેંચાશે. દરેક ખેલાડીને એક કરોડ 43 લાખ 58 હજાર રૂપિયા મળશે.
Site Admin | માર્ચ 20, 2025 7:56 પી એમ(PM)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.
