ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 18, 2025 6:42 પી એમ(PM)

printer

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ દુબઈ જાય તે પહેલા ભારત ઈંગ્લેન્ડ સામે 6,9 અને 12 ફેબ્રુઆરીએ ત્રણ વન-ડે મેચ રમશે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ Aમાં છે અને 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. જે પછી તેઓ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારત તેમની તમામ મેચ દુબઈમાં રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ