ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ કરેલ ફાયરિંગમાં ભારતીય માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ગઇકાલે રાત્રે પોરબંદર દરિયામાં ઓખાની બોટપર ફાયરિંગ કર્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટના માછીમારોને બચાવી લેવામાંઆવ્યા છે. જ્યારે બોટ ડૂબી ગઈ હોવાની માહિતી મળી છે.પાકિસ્તાન મરીન સિક્યોરિટી ગાર્ડ દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાંઆવતા હોય છે. ગઇકાલે રાત્રે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાનીબોટ પર પાકમરીને ફાયરિંગ કર્યું હતું. આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદેપહોંચી ગયું હતું અને બોટના માછીમારોને ઓખા બંદરે લાવવામાં આવી રહ્યા છે. ભારતીયજળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનોમાહોલ જોવા મળી રહ્યો છે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:02 પી એમ(PM)