ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2024 7:48 પી એમ(PM) | ગેસ-એલએનજી

printer

ભારતીય કંપની ‘પેટ્રોનેટ LNG લિમિટેડ’ અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ-એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ભારતીય કંપની ‘પેટ્રોનેટ LNG લિમિટેડ’ અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે કોલંબોમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ-એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકારા અને ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ડૉ. સત્યંજલ પાંડેએ નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજૂતિથી શ્રીલંકાના ટકાઉ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે પ્રયત્નો વેગવાન બનશે તેમજ કોલંબો નજીક કેરાવલાપીટીયા ખાતે 1000 મેગાવોટથી વધુની ક્ષમતા ધરાવતા એલએનજી આધારિત પાવર પ્લાન્ટનો વિકાસ થશે તેમજ કોચી એલએનજી ટર્મિનલમાંથી ઇંધણનો પુરવઠો મોકલી શકાશે.
આ કાર્યક્રમમાં બોલતા, શ્રી વિજેસેકરાએ કટોકટી દરમિયાન શ્રીલંકાને આપેલા સહકાર બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ કરારથી ઘરોમાં અને અન્ય સ્થાનિક જરૂરિયાતોમાં બળતણ તરીકે એલએનજીનો ઉપયોગ થઈ શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ