ભારતીય ઑલિમ્પિક સંઘ – IOA એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના ફ્યૂચર હોસ્ટ કમિશનને વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેની આશા વ્યક્ત કરતો પત્ર સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર ગયા મહિને આપવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2036માં ઑલિમ્પિકના યજમાન બનવા માટેની સરકારની ઇચ્છા વિશે અગાઉ વાત કરી હતી. ગત વર્ષે મુંબઈમાં IOCના 141માં સત્રમાં ભારતમાં 2036 ઑલિમ્પિક રમતો યોજવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકાયો હતો.
Site Admin | નવેમ્બર 6, 2024 2:35 પી એમ(PM)