ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, FHC એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની સાથે યજમાન પસંદગીની પ્રક્રિયા કરવા માટે સમર્પિત સંસ્થા છે. શ્રી માંડવિયાએ ઉંમેર્યું કે, દેશભરમાં રમતગમતની વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવા રમતગમતના આંતરમાળખામાં વધારો કરવો એ સતત પ્રક્રિયા છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:38 પી એમ(PM) | ભારતીય ઑલિમ્પિક
ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે
