ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISRO આજે રાત્રે શ્રી હરિકોટાથી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. તેનો હેતુ અવકાશમાં યાનને મોકલવાની અને હટાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવાનો છે. આ સાથે આ સફળતા પ્રાપ્ત કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે.
ઇસરોનું પ્રક્ષેપણ યાન PSLV-60, જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં બે ઉપગ્રહને 476 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે અને પ્રક્ષેપણ યાન હટાવવાનું પ્રાયોગિક નિદર્શન પણ કરશે. સ્પેડેક્સ મિશન અવકાશમાં ભારતનાં ભાવિ પ્રયત્નોમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રયત્નોમાં ચન્દ્રની સપાટી પરથી પથ્થર અને માટી લાવવી, પ્રસ્તાવિત ભારતીય અવકાશ મથકની સ્થાપના અને ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને ઉતારવાનો સમાવેશ થાય છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:10 પી એમ(PM) | ISRO