ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. NVS-02 વહન કરતું GSLV-એફ-15 આજે સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. NVS-02 ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તે એક સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. તેનું વજન
2 હજાર 250 કિલો છે. તે નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહોમાં બીજો છે.
ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળનારા વી. નારાયણન માટે આ પ્રથમ પ્રક્ષેપણ છે. તેમણે જાતે પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપગ્રહ પ્રક્ષેપણ ભૌગોલિક, હવાઈ અને દરિયાઈ નેવિગેશન સેવાઓ માટે ઉપયોગી થશે.
આ ટેકનોલોજી કૃષિ, વિમાન વ્યવસ્થાપન અને મોબાઇલ ઉપકરણોમાં સ્થાન-આધારિત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.
ચેરમેન નારાયણન એ, આ સફળતા માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે
આ ઐતિહાસિક સિદ્ધિ માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM) | ઇસરો
ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું
