ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી છે. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેના 100મુ સીમાચિહ્નરૂપ પ્રક્ષેપણ કર્યુ છે.
આજે સવારે 6:23 વાગ્યે, GSLV F-15 રોકેટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, જે NVS-02 નેવિગેશન સેટેલાઇટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જશે. NVS-02 ઉપગ્રહ એ ભારતીય નક્ષત્ર (NavIC) સિસ્ટમ સાથેની બીજી પેઢીના નેવિગેશનનો એક ભાગ છે, જે ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. જે ભારતમાં લગભગ 1500 કિલોમીટરના વિસ્તાર સુધીના વપરાશકર્તાઓને સચોટ સ્થિતિ, વેગ અને સમય સેવા પ્રદાન કરવા માટે રચાયેલ છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 11:34 એ એમ (AM)
ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી
