ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 8:40 એ એમ (AM) | ઈસરો

printer

ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા-ઈસરો એ સેટેલાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 અવકાશયાનના પ્રક્ષેપણના સમયમાં ફેરફાર કર્યો છે.

ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા-ઈસરો એ સેટેલાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 અવકાશયાનના પ્રક્ષેપણના સમયમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-59 દ્વારા આજે સાંજે 4 વાગીને 12 મિનિટે કરવામાં આવશે. અગાઉ, તેનું પ્રક્ષેપણ ગઈકાલે થવાનું હતું.
વિશ્વમાં તેના પ્રકારની પ્રથમ પહેલ પ્રોબા-3 માં બે ઉપગ્રહોનો સમાવેશ થાય છે જ્યાંથી બે અવકાશયાન એક સાથે ઉડાન ભરશે. તે સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવા માટે એક મિલિમીટર સુધીની ચોક્કસ રચના જાળવી રાખશે.
ઈસરોની વેપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડને યુરોપિયન સ્પેસ એજન્સી તરફથી આ ઓર્ડર મળ્યો છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચોક્કસ રચનામાં ઉડવા અને સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ