ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે. ભારતીયોને પરત લઇને આવતી ફ્લાઇટ અંગે નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પરત તેમના દેશ મોકલી રહ્યું છે. યુએસ એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના એક એરબેઝ પરથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને ઉડાન ભરી હતી. જોકે, વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. યુએસ કાર્યવાહી અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 9:27 એ એમ (AM)
ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે.
