ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદ વચ્ચેના દુષ્પ્રચારના ઇન્ટરનેટના ઉપયોગના પડકારોને પાર પાડવા માટે સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું છે.
આજે નવી દિલ્હીમાં યુરોપિય સંઘ-ભારત સંમેલનને સંબોધન કરતા શ્રી ડેલ્ફિને કહ્યું કે આ પડકારોને પાર પાડવા યુરોપિય સંઘ પાસે લાંબો અને પૂરતો અનુભવ છે. તેમણે કહ્યું કે ઑનલાઇન નેટવર્ક માનવીય પાસાઓના સારા અને ખરાબ બંને પક્ષોને પ્રતિબિંબિત કરી શકે છે.
ભારતના પૂર્વ વિદેશ સચિવ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચાંન્સેલર ડૉ. કંવલ સિબ્બલે આશા વ્યક્ત કરી છે, ઑનલાઇન નફરત ફેલાવતી સમગ્રી પર બે દિવસની આ ચર્ચા સાર્થક રહેશે.
યુરોપિય સંઘના ગ્લૉબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ અને વિદેશ મંત્રાલયના સહકારથી ઑનલાઇન આતંકવાદી સમગ્રીને પાર પાડવા માટે બે દિવસીય યુરોપીય સંઘ-ભારત ટ્રેક સંમેલનનું આયોજન કરાયું છે.
આ સંમેલનનો હેતુ ડિજિટલ ક્ષેત્રે નફરત અને ઉગ્રવાદના જોખમોને પાર પાડવા માટેના ઉકેલો શોધવાનો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 2:06 પી એમ(PM)