વિશ્વનાં અનેક દેશોમાં મંકીપોક્સનાં સંક્રમણનાં કેસો ધ્યાનમાં આવ્યા છે ત્યારે ભારતમાં પણ મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંકીપોક્સનું સંક્રમણ ધરાવતા એક દેશમાંથી આવેલા દર્દીને મંકીપોક્સની વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ હાલ સ્થિર છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે પ્રસ્થાપિત પ્રોટોકોલ અનુરુપ આ કેસની ચકાસણી કરવામાં આવી રહી છે. સંક્રમણનાં સંભવિત સ્ત્રોત શોધવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે.
મંત્રાલયે ખાતરી આપી છે કે મુસાફરી સંબંધિત આવા છુટાછવાયા કેસનો સામનો કરવા દેશ સંપૂર્ણ સજ્જ છે અને કોઈ પણ સંભવિત જોખમને દૂર કરવા મજબૂત પગલાં લેવામાં આવી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:20 પી એમ(PM) | મંકીપોક્સ
ભારતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો
