ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 8, 2024 11:00 એ એમ (AM) | બીચ સોકર

printer

ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફુટબોલ કન્ફેડરેશન-AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું

ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફુટબોલ કન્ફેડરેશન-AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરથી શરૂ થયેલો કોર્સ 11 ઓક્ટોબર સુધી ચાલશે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની હાજરીમાં આ સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. AFCના ઇન્સ્ટ્રક્ટર મોહમ્મદ ફૈઝલ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા છે. ગુજરાતના બે સ્થાનિક કોચ પણ આ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે.
કોર્સમાં ભાગ લેનારા કોચને નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પૂરું પાડવામાં આવશે. ગુજરાત ફુટબોલ એસોસિએશનના સેક્રેટરી મુળરાજસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ કે ગુજરાત ઉપરાંત તામીલનાડુ, ગોવા, દીવ, દમણ, છતીસગઢ, બિહાર અને કેરળ સહિતના ખેલાડીઓને બીચ ફુટબોલના કોચ તરીકેની તાલીમ આપવામા આવી રહી છે. બીચ સોકરમાં પ્રથમ વખત ભારતની ટીમ બનાવવામાં આવળે.. વર્ષે AFC બીચ સોકર ક્વાલિફાયર્સ માટે 16 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી દીવમાં ભારતીય ટીમનો કેમ્પ યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ