ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રષ્ટિહીનોને પણ ભણતર સહિત દરેક જગ્યાએ સમાન અધિકાર મળે અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તે ઉદેશ્ય સાથે વિવિધ દેશો સાથે મળી વિશ્વ કક્ષાની પરિષદનું દર વર્ષે આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આ ત્રિદિવસીય વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
16 નવેમ્બર સુધી ચાલનાર આ વિશ્વ પરિષદમાં 63 દેશના 400 થી વધુ લોકોએ ભાગ લીધો છે અને તેમાં 120 જેટલા વિવિધ પેપર અલગ અલગ ભાષામાં રજૂ થશે. વિવિધ દેશના મહેમાનો એક સાથે મળીને દ્રષ્ટિહિન અથવા તો દ્રષ્ટિમાં ક્ષતિ ધરાવતા તથા લોકો ના અભ્યાસ માટે કેવી યોજનાઓનું ઘડતર કરી શકાય તે અંગે ચર્ચાઓ કરશે.
યુનિવર્સિટીની સાથે અંધજન મંડળ અને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા એમ ત્રણ સંસ્થાઓએ સાથે મળી આ પરિષદનું આયોજન કર્યું છે.
Site Admin | નવેમ્બર 14, 2024 7:10 પી એમ(PM) | ભારત