ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 2:03 પી એમ(PM)

printer

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વપરાશ ખર્ચ સર્વેક્ષણ પરના સંશોધન મુજબ છેલ્લા 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7 ટકાથી ઘટીને 4.09 ટકા થઈ છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું આ સંશોધન દર્શાવે છે કે, ગ્રામીણ ગરીબીમાં તીવ્ર ઘટાડાનું કારણ સરકારી સમર્થનના કારણે નબળા વર્ગોમાં વપરાશમાં વધારો છે. સંશોધનમાં જાણવા મળ્યું કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો માત્ર ખાદ્યપદાર્થો પર જ નહીં, પરંતુ કુલ ખર્ચને પણ અસર કરે છે.
સંશોધન મુજબ, શહેરી ગરીબી હજી ઘટાડો આવી શકે છે. એકંદરે, ભારતમાં ગરીબીનો દર હવે ચાર ટકાથી ચાર પૉઇન્ટ પાંચ ટકાની વચ્ચે હોઈ શકે છે. ગ્રામીણ અને શહેરી માસિક માથાદીઠ વપરાશ ખર્ચ વચ્ચેનો તફાવત હવે ઘટીને 69.7 ટકા થયો છે. આ સુધારો મુખ્યત્વે સરકારી પહેલો જેમ કે, ગ્રામીણ માળખાકીય સુવિધાઓનો વિકાસ, ખેડૂતોની આવકમાં વધારો અને ગ્રામીણ આજીવિકામાં નોંધપાત્ર સુધારાના કારણે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ