ભારતમાં કાપડ ડિઝાઇન ઉદ્યોગ વિકાસ પામીને ૧૭૬ અબજ ડોલરે પહોચ્યો છે અને આગામી ર૦૩૦ સુધીમાં તે હજી વધીને ૩પ૦ અબજ ડોલર થવાની સંભાવના છે.
કેન્દ્રિય કાપડ મંત્રી ગિરીરાજ સિંહે આજે ચૈન્નાઇ ખાતેની રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહયું કે, દેશમાં કાપડ ઉત્પાદન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ભાવી આયોજનનો કાર્યક્રમ હાથ ધર્યો છે.
તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે, કાપડ ડિઝાઇન ક્ષેત્રે દેશમાં પુરતી પ્રતિભાવો ઉપલબ્ધ છે.
Site Admin | નવેમ્બર 17, 2024 7:46 પી એમ(PM)