ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે, “છેલ્લાં ચાર વર્ષમાં અમેરિકામાં ભારતના મુલાકાતીઓની સંખ્યામાં પાંચ ગણો વધારોથયો છે અને 2024નાં પ્રથમ 11 મહિનામાં 20 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસકર્યો છે, જે 2023નાં સમાન સમયગાળા કરતા 26 ટકા વધુ છે.”50 લાખથી વધુ ભારતીયો અમેરિકાનીમુલાકાત માટે નોન-ઇમિગ્રન્ટ વિઝા ધરાવે છે. દૂતાવાસે 2024માં ત્રણ લાખથી વધુભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે, જે અત્યાર સુધી સૌથીવધુ છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM) | ભારત