પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે, ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ મેક ઇન ઇન્ડિયા અને મેક વર્લ્ડના અભિગમ સાથે 12ના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુંકે ભારતમાં મોબિલીટીનું ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.આજનો ભારતનો યુવાન આશાઓથી ભરપૂર હોવાનો પણ તેમણે તેમના ઉદઘાટન સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.ગતિશીલતા મૂલ્ય શૃંખલાને, એક છત્ર હેઠળ લાવવાના આશય સાથે શરૂ થયેલો આ ભારતનો સૌથી મોટો મોબિલિટી એક્સ્પો છે.. આ સમયગાળા દરમિયાન આ એક્સ્પો ત્રણ અલગ અલગ સ્થળોએ આયોજિત કરવામાં આવ્યો છે.તે નવી દિલ્હીમાં ભારત મંડપમ અને યશોભૂમિ અને ગ્રેટર નોઇડામાં, ઇન્ડિયા એક્સ્પો સેન્ટર અને માર્ટ ખાતે યોજાયો છે.આ એક્સ્પોમાં એકસાથે નવથી વધુ કાર્યક્રમો, 20 થી વધુ પરિષદો અને પેવેલિયનનું આયોજન થઇ રહ્યુ છે.આ છ દિવસીય એક્સ્પો 22 જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:16 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી