પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ક્ષેત્ર દ્વારા સરકાર લોકો, સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોડવાનું કામ કરી રહી છે. ગઈ કાલે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પર એશિયા-પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે વધતા જતા મધ્યમ વર્ગને કારણે માંગ વધવાથી આ ક્ષેત્રએ પ્રગતિ સાધી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, નાગરિકો માટે મુસાફરી સુગમ થઈ રહી છે અને કનેક્ટિવિટીને વેગ મળી રહ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2024 9:33 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
