ભારતનું માનવ અધિકાર પંચ ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું પંચ છે એમ પંચના વિશેષ નિરીક્ષક બાલકૃષ્ણ આનંદે જણાવ્યું હતું. ગઈકાલે રાજકોટ કલેક્ટર કચેરી યોજાયેલી જિલ્લા અધિકારીઓની બેઠકમાં શ્રી આનંદે જણાવ્યું કે, માનવ અધિકાર પંચ દ્વારા ફરિયાદ નિકાલનું પ્રમાણ 92% છે. તેમણે એક પણ માનવ અધિકારનું હનન સાંખી ન લેવા તાકીદ કરી હતી.
શ્રી ગોયલે બાળ કલ્યાણ ગૃહમાં રહેતા બાળકોના આધાર સીડિંગ અને મેડિકલ ચેક અપ નિયમિત કરાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર સહિતના સહિતના અધિકારીયો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:50 એ એમ (AM)