ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટ આવતીકાલથી હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ થશે. આવતીકાલથી શરૂ થનારી 16મી મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટમાં 31 દેશોના 114 ખેલાડીઓ સામેલ થશે, જેમાંથી ભારતીય ખેલાડીઓ હિતાશી બક્ષી, વાણી કપૂર, અમનદીપ દ્રાલ અને રિદ્ધિમા દિલાવરી સહિત 27 ભારતના ખેલાડીઓ પણ શામેલ છે.
ગત વર્ષે ત્રીજું સ્થાન મેળવનારી ભારતની દીક્ષા ડાગર અને આઠમા સ્થાને રહેલી ગૌરિકા બિશ્નોઈ પણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ત્રણ ભૂતપૂર્વ ચેમ્પિયન ક્રિસ્ટીન વુલ્ફ, કેમિલ ચેવેલિયર અને કેરોલિન હેડવોલ પણ આ ટુર્નામેન્ટમાં રમશે.
ભારતની અદિતિ અશોકે 2016માં પ્રથમ વખત વિમેન્સ ઈન્ડિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 23, 2024 2:35 પી એમ(PM) | ગોલ્ફ ટુર્નામેન્ટ