ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 2:11 પી એમ(PM)

printer

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધુ છે. સંરક્ષણ પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને નવીનતામાં નવો માપદંડ સ્થાપિત કરવા માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની સંરક્ષણ નિકાસ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને રૂ. 6,915 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 3,865 કરોડ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ