ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 9:58 એ એમ (AM)

printer

ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા.

ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન પ્રવાસીઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ભૂમિગત છે.રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અત્યારે દેશમાં 105 વિમાનો 15 વર્ષ કરતા પણ જૂના છે, જેમાંથી 43 વિમાન એર ઈન્ડિયાના તેમજ 37 વિમાન એર ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડના છે.હાલ સેવારત 680 વિમાનમાંથી, 319 વિમાન ઈન્ટરગ્લોબ એવિયેશન લિ.ના-ઈન્ડિગો), 198 એર ઈન્ડિયા અને 101 એર ઈન્ડિયા એક્સપ્રેસના તેમજ બાકીના અન્ય એરલાઈન્સના વિમાન છે.ભારતમાંથી છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં વિમાનના ઓર્ડર ઈન્ડિગોએ આપ્યા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ