ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર થઈ છે. આ સિધ્ધિ હાંસલ કરનાર ભારત ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ બાદ ચોથો દેશ બન્યો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતની વિદેશી હૂંડિયામણ અનામત 12 અબજ 500 કરોડ ડોલર વધતાં 704 અબજ 885 કરોડ ડોલરની નવી ઊંચી સપાટીને સ્પર્શી હતી.
ગઈ કાલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ કરેલા ડેટા પ્રમાણે ભારતની સોનાની અનામત બે અબજ ડોલર વધીને આશરે 66 અબજ ડોલર થઈ હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:12 એ એમ (AM) | અનામત