ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 9:17 એ એમ (AM)

printer

ભારતની મુલાકાત બાદ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી.

ભારતની મુલાકાત બાદ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી.પ્રધાનમંત્રી લક્સને X પર તેમના પ્રવાસના અનુભવો શેર કર્યા, જેમાં 16-20 માર્ચ દરમિયાન ભારતમાં મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં મળેલી સફળતા પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રી તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર માનતા, પ્રધાનમંત્રી લક્સન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, નવા સંરક્ષણ સહયોગ કરાર દ્વારા પ્રાદેશિક સુરક્ષા પ્રત્યે ન્યુઝીલેન્ડની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી લક્સન સાથે ન્યુઝીલેન્ડનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ