ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારતની પૂર્વની દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે

ભારતની પૂર્વની દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયંનચન ખાતે ચાલી રહેલી ભારત આસિયાન શિખર પરિષદમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણ કહ્યું કે, આસિયાન દેશો શાંતિપ્રિય છે. અને એકબીજાની રાષ્ટ્રીય એકતા અને સાર્વભૌમત્વનો આદર કરે છે. વિશ્વના ઘણા ક્ષેત્રોમાં સંઘર્ષ અને તનાવ જોવા મળી રહ્યો છે ત્યારે આસિયાન દેશોમાં મૈત્રીપૂર્ણ સહકાર અને સંવાદ આગવું મહત્વ ધારણ કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતનો આસિયાન દેશો સાથેનો વેપાર વધીને 130 અબજ ડોલરને આંબી ગયો છે. શ્રી મોદીએ કહ્યું કે, ભારત સાત આસિયાન રાષ્ટ્રો સાથે સીધી વિમાન સેવાની સુવિધા ધરાવે છે. અને ટૂંક સમયમાં બ્રુનેઇ માટેની વિમાન સેવા શરૂ કરાશે.
અગાઉ, વિયંનચન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઓ પીડીઆરના ગૃહ મંત્રીએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હોટેલ ખાતે ત્યાં રહેતા ભારતીયોએ પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું.
શ્રી મોદીએ રોયલ થિયેટર ખાતે લાઓ રામાયણની પ્રસ્તુતિ નિહાળી હતી. લાઓસની મુલાકાતના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન પરિષદ માટે આવેલા વિવિધ દેશોના વડાઓ પૈકી કેટલાક વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. શ્રી મોદી 19મી પૂર્વ એશિયાઇ શિખર બેઠકમાં ભાગ લેવાના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ