ભારતની પૂર્વના દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિયંનચન ખાતે ચાલી રહેલી ભારત આસિયાન શિખર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતનો આસિયાન દેશો સાથેનો વેપાર વધીને 130 અબજ ડોલરને આંબી ગયો છે.
શ્રી મોદીએ કહ્યું કે, ભારત સાત આસિયાન રાષ્ટ્રો સાથે સીધી વિમાન સેવાની સુવિધા ધરાવે છે. અને ટૂંક સમયમાં બ્રુનેઇ માટેની વિમાન સેવા શરૂ કરાશે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 9:23 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી