ભારતની પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમિફાઇનલમાં સિંધુએ ઉન્નતિ હુડાને 2-0થી પરાજય આપીનેફાઇનલમાં પ્રવેશ કર્યો છે.એવી જ રીતે સ્પર્ધાની મિક્સડબલ્સની સેમિફાઇનલમાં ભારતની તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની જોડીએ ચીનની ઝાઉ ઝીઅને યોંગ જી ને 21-16 અને 21-15થી પરાજય આપીને સ્પર્ધાની મિક્સ ડબલ્સની ફાઇનલમાંપ્રવેશ કર્યો છે.ભારતની ત્રીશા જોલી અને ગાયત્રીપુલેલાની જોડીએ મહિલાઓની ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી મિક્સડબલ્સની સેમિફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ થાઇલેન્ડની બેનયાપા અનેનુન્તકરનની જોડીને પરાજય આપ્યો હતો.આ ઉપરાંત આજે સાંજે રમાનારીપુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતના લક્ષ્ય સેન અને જાપાનના શોંગો ઓગાવા અનેબીજી સેમિફાઇનલમાં પ્રિયાંશુ રાજાવત અને સિંગાપુરના જીઆ હેંગ જાસોન તેંહ વચ્ચેમુકાબલો થશે.
Site Admin | નવેમ્બર 30, 2024 7:44 પી એમ(PM)