ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ-યીન – હુઇ અને વુ યુની જોડીને 2-0થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડી તાઇવાનની હસીસ પેઇ-શાન અને ગંલ એન-ત્જુની જોડી સામે રમશે.
જયારે, ભારતના કિદાંબી શ્રીકાંતનો પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગના એંગસ લોંગ સામે પરાજય થતાં શ્રીકાંત સ્પર્ધામાંથી બહાર થયા છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM) | સેમિફાઇનલ