બેડમિન્ટનમાં, ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે આગેકૂચ જાળવી રાખી છે. સ્વિટ્ઝર્લૅન્ડના બાસેલ ખાતે જર્મનીની એમેલી લેહમેન અને સેલિન હબશ સામે સીધી ગેમમાં વિજય મેળવીને સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય જોડીએ 21-12 21-8 થી જીત મેળવી હતી. આજે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેઓ હોંગકોંગ ચીનની આઠમી ક્રમાંકિત ટીમ યેંગ નગા ટિંગ અને યેંગ પુઇ લામ સામે ટકરાશે.
મેન્સ સિંગલ્સમાં શંકર સુબ્રમણ્યમે પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સુબ્રમણ્યમે બીજા નંબરના વિશ્વ ક્રમાંકિત ખેલાડી એવા ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેન, ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૫ને હરાવ્યો હતો.. આજે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ સામે થશે
Site Admin | માર્ચ 21, 2025 8:54 એ એમ (AM)
ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
