ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા થાઈલેન્ડના વિદેશ મંત્રી મેરિસ સંગિયામ્પોંગસાએ આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું કે, થાઈલેન્ડના વિદેશ મંત્રીની રોયલ કથિના સમારોહની મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું ઉદાહરણ છે. તેમણે ભારત-થાઈલેન્ડ
સંબંધો, બહુપક્ષીય સહયોગ અને પ્રાદેશિક વિકાસ અંગે ચર્ચા કરી.
શ્રી સંગીમપોંગસા ગુરુવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના સભ્યો સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને એશિયન ધમ્માનું સદી તરફ પ્રયાણના વિષય પર વિશેષ સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં ભગવાન બુદ્ધના ઉપદેશોને પ્રસરાવવામાં થાઈલેન્ડ અને ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે.