ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનિકી અને આર્થિક સહકાર – બિમ્સટેકના વ્યાપાર શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર આ ત્રણ દિવસીય સંમેલનનું ઉદઘાટન કરશે, જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે.
આ કાર્યક્રમમાં બિમ્સટેકના સભ્ય દેશોના મંત્રીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, નીતિ ઘડવૈયા, ઉદ્યોગપતિઓ, તેમજ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બિમસ્ટેક વ્યાપાર શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના ત્રણસોથી વધુ હિતધારકોને એક મંચ પર લાવશે. જેથી આ વિસ્તારમાં આર્થિક સહકાર મજબૂત બનશે, સાથે જ વ્યાપર સુવિધાઓ, પ્રાદેશિક સંપર્ક, ઊર્જા સહકાર, સમાવેશી વિકાસ તેમજ સતત વિકાસ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાના વિકલ્પો શોધી શકાય. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ શિખર સંમેલનનો હેતુ બિમ્સટેક સભ્ય દેશો વચ્ચે મજબૂત વ્યાપાર અને રોકાણ સંબંધો દ્વારા પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 2:35 પી એમ(PM) | બિમ્સટેક