ભારતના વીર ચોટરાનીએ કેનેડામાં સ્ક્વૉશના વ્હાઈટ ઑક્સ કપ 2024 પી.એસ.એ. ચેલેન્જર સ્પર્ધામાં જીત મેળવી છે. તેમણે ફાઈનલમાં કેનેડાના પાંચમા ક્રમાંકના ખેલાડી સલાહ એલ્ટૉર્ગમેનને 3—0થી પરાજય આપી આ ખિતાબ જીત્યો હતો. સ્ક્વૉશમાં ચોટરાનીનું આ અત્યારસુધીનું સૌથી સારું પ્રદર્શન છે. વીર ચોટરાનીએ સેમિ-ફાઈનલમાં ઇંગ્લેન્ડના ઑવેન ટેલરને 43 મિનીટ સુધી રમાયેલી મેચમાં 3—1થી પરાજય આપ્યો હતો.
Site Admin | નવેમ્બર 11, 2024 2:16 પી એમ(PM)