ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે. આ જોડીએ પહેલા રાઉન્ડમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને ફ્રાન્સના ક્રિસ્ટિના મ્લાદેનૉવિકની જોડીને 6-4, 6-4થી હરાવી હતી.
ભારતના એન. શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગુએલ એન્જલ રેયેસ વરેલાની જોડી આવતીકાલે પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં રમશે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:25 પી એમ(PM) | ટૂર્નામેન્ટ