ચિલી ઓપન ટેનિસમાં પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના ઋત્વિક ચૌધરી બોલીપલ્લી અને કોલંબિયાના નિકોલસ બેરિએન્ટોસની જોડીનો મુકાબલો આર્જેન્ટિનાના ગુઇડો એન્ડ્રેઓઝી અને ફ્રાન્સના થિયો એરિબ્સ સામે થશે.આ પહેલા બોલિપ્પલ્લી અને બેરિએન્ટોસે ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોડી માર્સેલો ડેમોલાઇનર અને માર્સેલો જોરમેનને 3-6, 7-6, 10-8થી પરાજય આપ્યો
હતો. જ્યારે, ત્રીજા ક્રમાંકિત એન્ડ્રેઓઝ અને એરિબેઝે બ્રાઝિલના ઓર્લાન્ડો લુઝ અને ફ્રાન્સના ગ્રેગોઇર જેકને 7-6, 6-3થી પરાજય આપ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 6:54 પી એમ(PM)
ભારતના રિત્વિક બોલિપલ્લી અને બેરિએન્ટોસ ચિલી ઓપન ડબલ્સ સેમિફાઇનલ મુકાબલા માટે તૈયાર
