ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઑલિવૅટીની જોડીએ આજે ન્યૂઝિલેન્ડના ઑકલૅન્ડમાં ASB ક્લાસિક ટૅનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં લૉઈડ ગ્લાસપૂલ અને જૂલિયન ક્રેશની જોડીને 3—6, 6—4 અને 12—10થી હરાવી હતી. જ્યારે અમેરિકાના રાજીવ રામ અને ક્રિશ્ચિયન હેરિસનની જોડીએ ફ્રાન્સના સાદિયો ડૉમ્બિયા અને ફેબિયન રેબુલને 7—5, 6—7, 10—5થી હરાવી
સેમિ-ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:26 પી એમ(PM) | ટૅનિસ ટૂર્નામેન્ટ