ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ જોડીએ ગઈકાલે રાત્રે ફાઇનલમાં ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને બ્રિટનના હેનરી પેટનની જોડીને 3-6, 7-6, 10-8 થી પરાજય આપ્યો હતો.યુકીના કરિયરનું આ ચોથું એટીપી ડબલ્સ ટાઇટલ છે. આ પહેલા યુકી અને એલેક્સીએ સેમિફાઇનલમાં બ્રિટનના જેમી મુરે અને ઓસ્ટ્રેલિયાના જોન પીઅર્સની જોડીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
Site Admin | માર્ચ 2, 2025 9:53 એ એમ (AM)
ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો.
