ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારતના બંધારણ અપનાવવાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે પોસ્ટ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલાટેલિક સંગ્રહાલયમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે

ભારતના બંધારણ અપનાવવાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે પોસ્ટ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલાટેલિક સંગ્રહાલયમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં વિવિધ મનોરંજક અને આકર્ષક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય નાગરિકોને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો જાગ્રત કરવા અને એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.ઉજવણી દરમિયાન, પ્રદર્શન, ક્વિઝ, સ્ટેમ્પ સફારી અને પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે ફિલાટેલિક સંગ્રહાલયની મુલાકાત લીધી. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ દેશને પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ જવા માટે આપણો માર્ગદર્શક પ્રકાશ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ