ભારતના પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટે આજે નવી મુંબઈ આંતરાષ્ટ્રીય હવાઈ મથક પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ઈન્ડિગો એરલાઇન્સના A320 એરક્રાફટે મુંબઈ હવાઈ મથક પરથી ઉડાન ભરી નવી મુંબઈ હવાઇ મથક પર સીધું ઉતરણ કર્યું હતું. સફળ ઉતરાણ બાદ વિમાનને સલામી આપવામાં આવી હતી. આ વિમાનના સર્ટિફિકેશન ટેસ્ટમાં લેન્ડિંગ અને ટેક-ઓફનું ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પ્રથમ વાણિજ્યક ઉડાનની માન્યતા સંબંધી પરીક્ષણમાં સફળ થવા સાથે આ વિમાની મથકના કાર્યરત થવાની દીશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે નાગરિક ઊડ્ડયનના મહાનિદેશક અને ભારતીય હવાઈમથક સત્તામંડળ-AAI સહિતની એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં સેનાનું એક વિમાન રનવે પર સફળતાપૂર્વક ઉતર્યું હતું, જ્યારે વાયુસેનાનું સુખોઈ 30 એરક્રાફ્ટ રનવેથી થોડે દૂર ઉડ્યુ હતું.
Site Admin | ડિસેમ્બર 29, 2024 6:46 પી એમ(PM)