ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા છે. આ વિક્રમ સર્જનાર તેઓ વિશ્વનાં ચોથા બેટ્સમેન બન્યાછે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાં 27 હજાર રન કરનાર તેઓ સચીન તેંડુલકર બાદ બીજા ખેલાડી બન્યા છે. કોહલીએ ટેસ્ટમાં 8 હજાર 870, વનડેમાં 13 હજાર 906 અનેટી-20 મેચમાં 4 હજાર 188 રન કર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન તેંડુલકરનાં નામે છે, તેમણે 34 હજાર 357 રન કર્યા છે. બીજા ક્રમે શ્રીલંકાના કુમાર સંગકારા અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગ છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:31 પી એમ(PM)